બાલાસિનોર,
મહિસાગર ફોરેસ્ટ વિભાગે બાલાસિનોરમાંથી હાથીના દાંત વેચતા લોકોને ઝડપી પાડયા છે. પકડવામાં આવેલ 5 આરોપીઓ પાસેથી 4 હાથીના દાંત કબ્જે કરવામાં આવ્યા છે.ફોરેસ્ટ વિભાગ દ્રારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને યાકૂતપુરામાથી 2 હાથીદાંત મળી આવ્યા હતા અને સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી. એસઓજી પોલીસે બે અલગ-અલગ રેડ કરી હતી જેમાંથી એક જગ્યાએથી ગૌમાંસ તો બીજી જગ્યાએથી હાથી દાંત ઝડપી પાડવામાં આવ્યા હતા.આ હાથીદાંત ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ SOG દ્વારા હાથ ધરવામાં આવી હતી.
હાથી દાંતમાંથી બનેલ ચુડીઓ અને બંગડીઓ જેવી જુના જમાનાની ચીજ વસ્તુઓ વન વિભાગ અને પોલીસ ધરપકડ કરતી હોય છે. જે પણ આરોપી આવી રીતે ઝડપાય તેના વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી રેંજ ફોરેસ્ટ વિભાગે પકડાયેલ વસ્તુઓનું FSL માટેની કાર્યવાહી હાથધરતા હોય છે. જોકે હાથી દાંત પર પ્રતિબંધીત ગુનો લાગતો હોય છે આમ છતાં પણ ઘણા વ્યકિતઓ દ્વારા મોટા પાયે હાથી દાંતનું વેચાણ કરવામાં આવતું હોય છે. જોકે સૌથી મોટી વાત એ છે કે, આ વ્યક્તિ હાથી દાંત કોની પાસેથી અને કેવી રીતે લાવ્યો હતો? કેટલા રૂપિયામાં હાથી દાંતમાંથી બનાવવા આવેલ વસ્તુનું વેચાણ કરતો હતો જેની એસઓજી પોલીસે તપાસ હાથધરી છે.