અમદાવાદ/મુંબઈ,
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેન નંબર 09054/09053 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ (કુલ બે ટ્રીપ)
ટ્રેન નંબર 09054 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગુરુવાર, 15 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદથી સવારે 08:45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 17:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નંબર 09053 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ બુધવાર,14 ઓગસ્ટ 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05:30 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09054 નું બુકિંગ તા.14.08.2024 થી અને ટ્રેન નંબર 09053 નું બુકિંગ તા.13.08.2024 ના રોજ 16.00 વાગ્યા થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.