વેબ સિરીઝ ફરજીમાંથી શીખીને સુરતમાં રત્નકલાકારે નકલી ચલણી નોટો ચાંપી અને ઝડપાયો

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરત

એક પ્રખ્યાત વેબ સિરીઝ ફરજીમાંથી શીખીને સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ શ્રીજી એવન્યુ ફ્લેટ નં. બી-૫૦૬માં રહેતો કરણ ગુણવંતભાઈ વાહેર પોતાનાં ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરતા રત્ન કલાકારની કલાકારી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી..સુરત જિલ્લામાં નકલી ચલણી નોટો પકડાવવાનો સિલસિલો યથાવત છે. કામરેજ ગામેથી પોલીસે નકલી ચલણી નોટો ઝડપી લીધી છે. 500ના દરની 68 નોટો, 200ના દરની 114 નોટો અને 100ના દરની 32 નોટો જપ્ત કરવામાં આવી છે.

વેબ સિરીઝ ફરજીમાંથી શીખીને કામરેજમાં રહેતો કરણ ગુણવંતભાઈ વાહેર પોતાનાં ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરતા રત્ન કલાકારની કલાકારી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે રત્નકલાકારના રૂમ માંથી ૫૦૦નાં દરની ૬૮ નંગ નોટો, ૨૦૦ના દરની ૧૧૪ નંગ નોટો, ૧૦૦નાં દરની ૩૨ નંગ નોટો મળી કુલ ૨૧૪ બનાવટી ચલણી નોટો મળી આવી હતી.તેમજ ૫૦૦, ૨૦૦, ૧૦૦ દરની પ્રિન્ટ કરેલી બનાવટી ચલણી નોટો છાપવા મૂકી હતી. જે જોઈને પોલીસે પૂછપરછ કરતા રત્ન કલાકારે બનાવટી નોટો છાપતો હોવાનું કબુલ્યું હતું. જેને લઈને પોલીસે બનાવટી નોટોના મુદામાલ સાથે કુલ ૧,૫૬,૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી જ રત્નકલાકાર નામે કરણ વાઢેરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.મુખ્ય સુત્રધાર રત્નકલાકાર કરણ વાઢેરે ફર્ઝી વેબસિરિઝ જોઈ બનાવટી ભારતીય ચલણી નોટો છાપવા પ્રેરાયો હતો. તે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં નાના દુકાનદારો, વેપારીને ટાર્ગેટ કરી અલગ અલગ જગ્યાએ માર્કેટમાં પાંચ મહિનાથી ટુકડે ટુકડે ડુપ્લિકેટ નોટ ફરતી કરતો હતો હાલ તો પોલીસે આરોપી કરણ વાઢેરે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો પધરાવી તેની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *