અમદાવાદ/સુરત,
હવામાનની આગાહી મુજબ તારીખ 12 ઓગસ્ટ 2024ના રોજ દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. 13 ઓગસ્ટ 2024ના રોજ ની આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થોળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થોળોએ ગાજવીજ સાથે હશળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 14 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.