તાપીના ઉકાઈ ડેમના 4 દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા : તાપી
રાજ્યમાં ચોમાસએ બરાબર જમાવટ કરી છે ત્યારે, ઉપરવાસમાં અવિરત વરસાદ બાદ તમામ નદીઓના જળસ્તરમાં વધારો નોંધાયો હતો. હાલ ફરી એકવાર તાપીના ઉકાઈ ડેમના દરવાજા તંત્ર દ્વારા ખોલાવામાં આવ્યા છે. ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે. ઉકાઈ ડેમના 22 પૈકી 4 દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે. તાપી નદીમાં 45 હજાર 938 ક્યૂસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 60 હજાર 358 ક્યૂસેક પાણીની આવક થઇ છે. નદીના કિનારે વસતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે અને સ્થાનિક તંત્ર પણ સમયાંતરે ચોક્કસપણે નજર રાખી રહ્યું છે.