ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યા હોવાનું કહીને યુવાન ઠગાઈ કરનારી મહિલાને વડોદરા પોલીસ ઝડપી પાડી

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક મહિલાની ધરપકડ કરી છે જેણે  લગભગ દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી એક યુવાન જોડે નકલી સોનાના સિક્કા જમીન ખોડવાના અમીએ મળ્યા છે કહી ને પણ સુરતના કાપડના વેપારી સાથે લગભગ દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ કરનારી મહિલા ચાર વર્ષે ઝડપાઈ હતી.  લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે”આ કહેવતને સાર્થક કરતો કિસ્સો ચાર વર્ષ અગાઉ વર્ષ 2020માં બન્યો હતો. ઠગ ટોળકીના પાંચ ભેજાબાજોએ ખોદકામ કરતા સોનાના સિક્કા મળ્યા હોવાનું જણાવી સુરતના વેપારી સાથે રૂ.1.40 કરોડની છેતરપિંડી આચરી હતી

ઠગ ટોળકીએ સુરતના વેપારી પાસે થી રૂ. 1.40 કરોડ રોકડા લઇ નકલી સોનાના સિક્કા પધરાવી દીધા હતા. બારડોલી હાઇવે પર નકલી સોનાના સિક્કા પધરાવી રૂ. 1.40 કરોડ લઇ ઠગ ટોળકી ફરાર થઇ ગઈ હતી  સુરતના વેપારીએ વર્ષ 2020 માં સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ મથકે ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી

તેણે કરેલી ફરિયાદ મુજબ વડોદરામાં રહેતો શખ્સ એસેન્ટ ગાડી લઈને મુંબઈ જતો હતો તે વખતે 5 અજાણ્યા શખ્સો ભાડું આપી કારમાં મુંબઈ માટે જવા નીકળેલા હતા. રસ્તામાં વાપી આવતા એક શખ્શે એવું જણાવેલ કે તેની સાઈટ ચાલે છે જ્યાં મજૂરોને ખોદકામ કરતી વખતે પૈસા અને સોનાના સિક્કા મળ્યા છે તેમ કહી યુવાનને સોનાનો એક સિક્કો બતાવ્યો હતો અને આ વાતની જાણ કોઈને નહીં કરવા તેમજ સોનાના સિક્કા જોઈતા હોય તો અમારો સંપર્ક કરવા કહ્યું હતું. બાદમાં ટોળકી સાથે યુવાન સંપર્કમાં હતો આ દરમિયાન 30 સોનાના સિક્કા ટોળકીએ યુવાનને બતાવ્યા હતા જે સાચા જણાયા હતા.

યુવાને પોતાની બચતની રકમ 1.40 કરોડ રૂપિયા લઈને સોનાના સિક્કા લેવા માટે ગયો હતો કડોદરા ચાર રસ્તાથી બારડોલી જવાના રોડ પર જતી વખતે એક અજાણી સ્ત્રી અને બે અજાણ્યા પુરુષો સોનાના સિક્કા હોવાનું કહી થેલો આપ્યો હતો અને પૈસા ભરેલી થેલી લઈ લીધી હતી જોકે યુવાને અજાણ્યા શખ્સોને સિક્કા ખાતરી કરાવવા માટે પોતાની કારમાં બેસાડ્યા હતા.દરમ્યાન અજાણ્યા શખ્સોએ ઉલટીના ઉબકા આવે છે તેવી વાત કરી ગાડીમાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે વર્ષ 2020માં સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ત્યારથી વડોદરામાં વારસિયા વિસ્તારના જય અંબે મહોલ્લામાં રહેતી ઠગ મહિલા પ્રેમીબેન જીવનલાલ પરમાર ફરાર હતી. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ઠગ મહિલા પ્રેમીબેનને ઝડપી પાડી સુરત પોલીસને સોંપી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *