અમદાવાદ શહેરમાં બે જવેલર્સની દુકાનમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરી ફરાર

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ
અમદાવાદ શહેરમાં ગ્રાહક બનીને આવી ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ગ્રાહકનો વેશ ધારણ કરી બે
જવેલર્સની દુકાનમાં અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જમાલપુરમાં જગન્નાથ મંદિર પાસે આવેલી સુમન
જ્વેલર્સમાં દુકાન માલિકની નજર ચૂકવી ગ્રાહક બનીને આવેલા અજાણ્યા શખ્સો 9 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા
હતા. તેમજ ચાંદલોડિયા જગતપુર રોડ પર રાજ જ્વેલર્સમાં સેલ્સમેનની નજર ચૂકવી ગ્રાહક બનીને આવેલી અજાણી મહિલાઓ 51
હજારના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. બંને ચોરીની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધી ચોરી કરતી ગેંગની
શોધખોળ શરૂ કરી છે.
જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિર પાસે સુમન જ્વેલર્સ આવેલી છે. જ્યાં 10 ડિસેમ્બરે 12 વાગ્યે એક અજાણ્યો શખ્સ બે
અજાણી સ્ત્રી અને એક નાના બાળક જ્વેલર્સ પર આવ્યો હતો. ચાંદીનું છત્ર લેવા આવ્યા હોવાનું કહેતા માલિકે અલગ અલગ ચાંદીના
છત્ર બતાવ્યા હતા. દુકાન માલિક સાથે અંદાજે 10 મિનિટ સુધી ભાવની રકજક કરી ચાંદીનું છત્ર ખરીદ્યા વગર રવાના થઈ ગયા
હતા. જે બાદ 24 ડિસેમ્બરે દુકાન માલિકને સોનાની કાટીની ઇન્કવાયરી આવતા દુકાનમાં તપાસ કરતા સોનાની કાટીના 7 પેકેટ
મળી આવ્યા નહોતા. 9 લાખના કિંમતની સોનાની કાટી ન મળી આવતા સીસીટીવી ચેક ર્ક્યા હતા. જેમાં 10 ડિસેમ્બરે ગ્રાહક
બનીને આવેલ અજાણ્યો શખ્સ માલિકની નજર ચૂકવી ચોરી કરતો કેદ થયો હતો. જેથી દુકાન માલિકે CCTV ફુટેજના આધારે
અજાણ્યા શખ્સ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી ચોરીની ઘટના ચાંદલોડિયા જગતપુર રોડ પર આવેલી એ રાજ જ્વેલર્સ નામની દુકાનમાં થઈ હતી. 19 ડિસેમ્બરના દિવસે 4
અજાણી સ્ત્રીઓ જ્વેલર્સની દુકાન પર આવી હતી. સોનાની કાનની બુટ્ટીની ખરીદી કરવાનું કહેતા હાજર સેલ્સમેને અલગ અલગ
બુટ્ટી બતાવી હતી. જે બાદ કોઈ પણ બુટ્ટીની ખરીદી કર્યા વગર રવાના થઈ ગઈ હતી. જે બાદ સાંજે સોનાના દાગીનાની ગણતરી
કરતા લાકડાના ઘોડા પર લગાવેલ કાનમાં પહેરવા માટેની સોનાની એક જોડ બુટ્ટી, સોનાની નાકમાં પહેરવાની નથણી જોવા મળી
ન હતી. ત્યારબાદ તપાસ કરતા ગ્રાહક બનીને આવેલી 4 અજાણી સ્ત્રીઓ 51000ના સોનાના દાગીનાની ચોરી કરી રવાના થઈ ગયા
હોવાનું સામે આવ્યું હતું. જેથી દુકાન માલિકે 4 અજાણી સ્ત્રીઓ વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદના આધારે ગ્રાહક બનીને ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *