સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં એસટી બસની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. પુર ઝડપે જતી એસટી બસ ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી. એસટી બસની અડફેટે બાઈક ચાલકનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વલસાડનાં સુકેશ વિસ્તારમાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર જઈ રહેલ ત્રણ યુવાનોને ટેમ્પોએ ટક્કર મારી હતી. ટેમ્પાની ટક્કર વાગલા યુવાનોનું બાઈક રીક્ષા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઈક સવાર એક યુવકનું મોત થયું હતું. જ્યારે બે યુવાનો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ માર્ગ અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ટક્કર મારનાર ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો. બાઈક પર સવાર યુવકો એટીએમમાંથી પૈસા ઉપાડવા જતા હતા. તે દરમ્યાન તેઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈ પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.