સુરત,
ડાયમંડ સીટી સુરતમાં આવેલ પ્રખ્યાત સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચરપાર્કને આ વર્ષની દિવાળી વધુ ફળી છે. દિવાળી વેકેશન દરમિયાન 16- 10- 2025 થી 23 -10 -2025 સુધી 80,000 કરતાં વધુ મુલાકાતીઓએ સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચરપાર્કની મુલાકાત લીધી હતી. સાત દિવસના સમયમાં 81,119 મુલાકાતીઓએ નેચરપાર્કની મુલાકાત લીધી છે. જેનાથી નેચરપાર્કને 22,95,300ની આવક થઈ છે. 1- 4 -2025 થી અત્યાર સુધીમાં 50 લાખ કરતાં વધુ લોકોએ નેચરપાર્કની મુલાકાત લીધી છે. જેનાથી સુરત મહાનગરપાલિકાને 1 કરોડ 40 લાખ કરતાં વધુની આવક થઈ છે. ભીડ ને પહોંચી વળવા 4 ટીકીટ બારી શરૂ કરી ટોટલ 8 ટીકીટ બારી શરૂ કરાઇ હતી. સુરત શહેર સહિત સુરતની આસપાસના ગામો અને જિલ્લાઓના લોકોએ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત.

