સુહાગરાતે જ પતિએ કર્યું એવું કે દુલ્હન મધરાતે રડતી રડતી પિયરના ઘરે પાછી જતી રહી

સોશિયલ મીડિયા પર શેર કરો

ફિરોઝાબાદ,

લગ્ન કરી અનેક અરમાનો સાથે એક યુવતી સાસરે આવી હતી પણ લગ્નની પ્રથમ રાતે જ તેના સપનાં ચકનાચૂર થઈ ગયા હતા. ઘટનાની વિગતો એવી છે કે પતિએ તેને સાચી વાત કહી તો દુલ્હન અડધી રાત્રે રૂમમાંથી બહાર નીકળી ગઈ અને રડતી રડતી બહાર આવી. તેણે ફોન કરી તેના પરિવારને બોલાવ્યો અને ભારે હોબાળો થયો. કોઈક રીતે સમાધાન થયું પરંતુ બાદમાં કન્યા તેના પિયરના ઘરે પાછી જતી રહી. લગ્ન એ કોઈ પણ છોકરા કે છોકરી માટે જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે. લગ્નની રાત વર-કન્યા માટે વધુ ખાસ હોય છે. પરંતુ જો તમને લગ્નની રાત્રે તમારા જ પાર્ટનરનું સત્ય ખબર પડી જાય તો? આ કોઈના માટે આંચકાથી ઓછું નહીં હોય. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં થયું છે. અહીં વરરાજાએ લગ્નની રાત્રે પોતાના મોબાઈલ ફોન પર દુલ્હનને કંઈક બતાવ્યું જેના કારણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

આ ઘટના બાદ નવપરીણિત કન્યા પલંગ પરથી નીચે ઉતરી અને રડતી રડતી રૂમમાંથી બહાર આવી અને તેના સાસરિયાઓને વરરાજાની હરકતો વિશે જણાવ્યું. આરોપ એવો પણ છે કે પરીણિતાની વાત માનવા સાસરિયાં તૈયાર ન હતા. જેથી કન્યાએ તેના માતા-પિતાને ફોન કરીને બોલાવી લીધા હતા. જ્યારે માતા-પિતાએ વરરાજાની હરકતો સામે વાંધો ઉઠાવ્યો ત્યારે સાસરિયાઓએ કહ્યું કે તમે આશ્વાસન રાખો કે તે ભવિષ્યમાં આવું કંઈ નહીં કરે. કોઈક રીતે સમાધાન થયું. પરંતુ વરરાજા ન સુધરતાં આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, જસરાનાના મદનપુર ગામની રહેવાસી યુવતીના આગ્રાના તાજગંજના બરૌલી આહિર ગામના રહેવાસી શુભમ સાથે રિલેશન હતા. બંનેના પરિવારની પરસ્પર સંમતિથી તેઓના લગ્ન થયા હતા. પીડિતાના કહેવા પ્રમાણે, તેના પિતાએ લગ્નમાં 35 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ખૂબ જ ધામધૂમથી લગ્નની વિધિઓ પૂરી કરી અને દહેજ પણ આપ્યું. જીવનના નવા સપનાઓ સાથે તે પતિ સાથે સાસરે પહોંચી. પરંતુ લગ્નની રાત્રે જ તેના સપના ચકનાચૂર થઈ ગયા.

પીડિતાના જણાવ્યા અનુસાર લગ્નની રાત્રે તેનો પતિ તેની પાસે આવ્યો ન હતો. પતિએ પીડિતા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે આ લગ્ન તેની મરજી વિરુદ્ધ નથી થયા. તે બીજી છોકરીને પ્રેમ કરે છે. તેની સાથે લગ્ન કરવા માંગે છે. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે દુલ્હનને તેના મોબાઈલમાં તેની પ્રેમિકાની તસવીર બતાવી. દુલ્હનના પતિની વાત સાંભળતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની ખુશીઓ અને નવા જીવનના સપનાઓ પળવારમાં ચકનાચૂર થઈ ગયા. પીડિતાનું કહેવું છે કે પતિએ તેને માર પણ માર્યો હતો. લગ્નની રાત્રે જ પતિના ખરાબ વ્યવહારથી તે દુખી થઈ ગઈ હતી. મધ્યરાત્રિએ તે રૂમમાંથી રડતી બહાર આવી હતી. પીડિતાનો આરોપ છે કે આશ્વાસન છતાં તેના પતિનું વર્તન બદલાયું ન હતું. કંટાળી ગયેલી પીડિતા તેના પિયરના ઘરે પરત ફરી અને હવે તેણે એસએસપીને અરજી આપી કાર્યવાહીની માંગ કરી છે. એસએસપીની સૂચના પર જસરાણા પોલીસ સ્ટેશને સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો છે. આ કેસની આગળની કાર્યવાહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *