સુરત
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય પ્રભારી રત્નાકરજીની અધ્યક્ષતામાં સુરત જિલ્લાના બારડોલી ખાતે નવા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક કાર્યાલય કાર્યકરોને મળે એ હેતુ સાથે નવા મધ્યસ્થ કાર્યાલયનો આજે વિધિ માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સુરત જિલ્લાના બારડોલી ખાતે નવા જિલ્લા ભાજપના કાર્યાલયનુ ઉદ્ઘાટન પ્રસંગ હોય પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજની કેટલીક ચૂંટણીઓ અંગે સૂચક નિવેદનો કર્યા હતા. ગત તમામ ચૂંટણીઓ અને થયેલ મતદાન તેમજ મળેલા મત અંગે પોતાની કેટલીક હૈયાવરાળ પણ ઠાળવી હતી. સુરત જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી બારડોલી લોકસભામાં સુરત અને તાપી જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
તાપી જિલ્લાની નિઝર વિધાનસભા, તેમજ સુરત જિલ્લાની પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાની માંગરોળ વિધાનસભા, માંડવીના હાલના ધારાસભ્યને રાજ્ય સરકારના રાજ્યમંત્રી કુવરજી હળપતિ પણ હાજર રહ્યા હતા, વર્ષોથી સુરત જીલ્લો ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે જિલ્લા ભાજપના નવા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ પ્રમુખ અને તેઓના ઘરના સભ્યોને પણ પ્રતિનિધિ સ્વરૂપે મંચ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું.