દ્વારકા,
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે દ્વારકાપીઠના શંકરાચાર્ય દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતું કે “ગુજરાતના સાધુ સંતો-સાથે બાંગ્લાદેશના હિન્દુઓ માટે બેઠક કરીશું, બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ભયાનક છે. જે લોકો હુમલો કરી રહ્યા છે, તેમનો ઉદ્દેશ્ય શું છે? બાંગ્લાદેશમાં ક્રૂરતાપૂર્વક મુસ્લિમો હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હિન્દુઓને ભારત લાવવા માટે સરકાર નિર્ણય લે તે જરૂરી છે. અહીંના મુસ્લિમોને વિચાર કરવો જોઇએ, તેઓ ભારતમાં સુરક્ષિત છે. ભારત દેશના આવા સંસ્કાર કે સંસ્કૃતિ રહી નથી. સ્થિતિ અંગે આખા વિશ્વને એક સાથે અવાજ ઉઠાવવો જોઇએ. આ પ્રકારની હિંસા બંધ થવી જોઇએ.