કારેલીબાગ વિસ્તારમાં આવેલ સંતુષ્ટી પાર્લરમાંથી નમુના લઇ તપાસ માટે મોકલાયા 

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

વડોદરા મહાનગર પાલિકા અખાદ્ય પદાર્થ મામલે ઘણી બધી વખત ઢીલી કામગીરી કરે છે તેવું જોવા મળ્યું છે ત્યારે હમણાં થોડા દિવસ પહેલાજ કારેલીબાગ વિસ્તારમાં આવેલ સંતુષ્ટી પાર્લર ખાતે વેચાયેલી કેક અખાદ્ય જણાતા આ અંગેની ફરિયાદ પાલિકાના આરોગ્ય વિભાગ સુધી પહોંચતા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઇ હતી અને સંતુષ્ટી પાર્લર ખાતે પહોંચી ને કેક સહિત વિવિધ ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા.

આ મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સંતુષ્ટી પાર્લર દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય છે. જેમાં ગ્રાહકે ખરીદેલી પેક્ડ કેક અખાદ્ય જણાતા તેણે આ અંગે પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. જે અંગેની ફરિયાદ પાલિકાના આરોગ્ય વિભાગને મળતા અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટર આજે કારેલીબાગ સ્થિત સંતુષ્ટી પાર્લર ખાતે પહોંચ્યા હતા. અખાદ્ય ખાદ્ય સામગ્રી અંગે મળેલી ફરિયાદના આધારે કેક સહિતના અલગ અલગ ખાદ્ય પદાર્થના નમુના લઇ તેના સેમ્પલને પૃથ્થકરણ અર્થે ફતેગંજ સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *