રાજસ્થાન હાઈકોર્ટમાંથી આસારામને સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજસ્થાન,

યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી. જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની અચાનક તબિયત લથડી હતી. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યો. મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતાં જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી. આસારામને 2018 માં જોધપુરની વિશેષ POCSO કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ગયા વર્ષે, ગુજરાતની એક અદાલતે આસારામને 2013માં તેમના સુરત આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *