ઓગસ્ટમાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

ગુજરાતમાં 8 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. વધુમાં એમણે જણાવ્યુંકે, 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યા વરસાદ પડવાની સંભાવના છે.  અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ દરેકે સતર્ક રહેવાની જરૂર છે. કારણકે, એક સાથે રાજ્યમાં બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. આ સ્થિતિ કંઈક નવાજૂની કરી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યા કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું છેકે, હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુઆંધાર રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત, નવસારી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સક્રિય બનેલા થંડર સ્ટ્રોમની સ્થિતિને કારણે સ્થિતિ વિકટ બની શકે છે. કારણકે, આ થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં 45 થી 50ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.  અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે.  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. સામાન્ય માણસોની સાથોસાથ સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થાય તેવી આ એવી આગાહી છે. અંબાલાલ પટેલની આ આગાહીએ હાલ સૌ કોઈને હચમચાવી દીધાં છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ વિનાશક પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા કહ્યું છે.  અંબાલાલ પટેલની આગાહી તમારી છાતીના પાટીયા બેસાડી દેશે. કારણકે, આ વખતે ગુજરાતમાં વિનાશક પૂરની આગાહી કરવામાં આવી છે. એવું પણ કહેવાય છેકે, અંબાલાલ પટેલની આગાહી ક્યારેય ખોટી નથી પડતી. તેથી સૌ કોઈને એજ વાતનો ડર છે. આજથી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં અલબત્ત દેશના આ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદને કારણે નદીઓ અને દરિયો પણ છલકાઈ શકે છે. તે જ કારણે ભારે વરસાદના લીધે ગુજરાત પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *