અમદાવાદ,
છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના ધોળકામાં આયોજિત થતા ગુજરાતના સૌથી મોટા વૌઠા લોકમેળાનો પ્રારંભ તો થઇ ચૂક્યો છે. પરંતુ, મેઘરાજા વિધ્ન બનીને વરસી રહ્યા છે. સપ્ત નદીના સંગમ સ્થાને આજથી મેળાનો શુભારંભ કરાયો છે. સાધુ-સંતોએ રીબીન કાપીને પરંપરાગત મેળાની શરૂઆત કરી છે. આ મેળો કાર્તિક અગિયારસથી પૂનમ સુધી એટલે કે આગામી 6 તારીખ સુધી ચાલશે. પરંતુ, વરસાદના કારણે મેળાના મેદાનમાં પાણી ભરાયા છે. જેથી કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સિવાય, જે સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા કરાઇ હતી. ત્યાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે મુશ્કેલી ઉભી થઇ છે. આવી સ્થિતિમાં વૌઠા ગ્રામ પંચાયત દ્વારા સુવિધા ઉભી કરવાના તમામ પ્રયાસ કરાઇ રહ્યા છે. જેથી લોકોને અગવડતા ના પડે. વૌઠા પંચાયતે ખુલ્લા રસ્તા, લાઇટ, પીવાનું પાણી આરોગ્ય, પોલીસ અને ફાયર વિભાગ સુધીની સુવિધા ઉભી કરવા કામગીરી કરી છે. મેળામાં પંચાયતે એક ઓફિસ પણ બનાવી છે. જેથી લોકો સીધો સંપર્ક કરી શકે. આ સાથે, ફરિયાદ માટે મેળામાં જ પોલીસ સ્ટેશન બનાવાયું છે. પરંતુ, વરસાદના કારણે મેળાની મજા બગડવાની શક્યતા છે.

મેળામાં હરી-ફરી શકાય તે માટે ખુલા રસ્તા, લાઇટ, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય, પશુ દવાખાનું, 108ની સેવા, 181 મહિલા ટીમ, ફાયર વિભાગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે મેળામાં ગ્રામપંચાયતની ઑફિસ પણ બનાવવામાં આવી છે, જેથી લોકો સીધો પંચાયતનો સંપર્ક કરી શકે. તેમજ પોલીસ પણ તૈનાત રહેશે.

