નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના વ્યાપક સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ હાથીઓને અનુકૂળ રહેઠાણ મળે તે સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કર્યો જ્યાં તેઓ સારી રીતે ઉછરી શકે.
પ્રધાનમંત્રીએ હાથીઓના મૂલ્ય અને આપણી સંસ્કૃતિ અને ઈતિહાસમાં તેમના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોથી હાથીઓની સંખ્યામાં થયેલા વધારાની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “વિશ્વ હાથી દિવસ એ હાથીઓની રક્ષા માટેના સમુદાયના પ્રયત્નોની વિશાળ શ્રેણીની પ્રશંસા કરવાનો પ્રસંગ છે. સાથે જ હાથીઓને અનુકુળ આવાસ પ્રદાન કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવાની પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે, જ્યાં તેઓ સારી રીતે ઉછરી શકે. ભારતમાં આપણા માટે હાથી આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે પણ જોડાયેલા છે. અને તે આનંદની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.