દેશમાં 2014થી NDAનું શાસન છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા આ 10 વર્ષના ગાળા દરમિયાન ગુજરાત સહિત
દેશભરમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં થયેલા વધારા-ઘટાડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન ગુજરાતમાં
સાત સાંસદ રિપીટ થયા છે, જેમાં જામનગરનાં સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષ દરમિયાન 130 કરોડ રૂપિયાનો તોતિંગ
વધારો જોવા મળ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલની સંપત્તિમાં આશ્ચર્યજનક
રીતે 47 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા વર્ષ 2014થી 2024 વચ્ચે રિપીટ થયેલા કુલ 103માંથી 102 સાંસદના વખતોવખત
ફાઈલ કરેલાં સોગંદનામાંનું વિશ્લેષણ કરી એની મિલકતમાં થયેલા વધારા-ઘટાડાનો રિપોર્ટ જાહેર કરાયો છે. છેલ્લાં 10 વર્ષમાં રિપીટ
થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં રૂ. 17.36 કરોડનો વધારો થયો છે. 2014માં સરેરાશ મિલકત રૂ. 15.76 કરોડ હતી, જે
2024માં વધીને સરેરાશ રૂ. 33.13 કરોડ થઈ ગઈ છે. ટકાવારની દૃષ્ટિએ જોઈએ તો આ વધારો 110 ટકા જેટલો છે.
2014 થી 2024 દરમિયાન રિપીટ થયેલા સાંસદોમાં દેશમાં સૌથી વધુ સંપત્તિ મહારાષ્ટ્રના સાંસદ શ્રીમત ઉદયનરાજેની 162 કરોડ
છે. ઉદયનરાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલેની 2014માં મિલકત 60 કરોડ હતી. જે 2024માં 268 ટકા વધીને 162 કરોડ થઈ
છે.
પૂનમ માડમની સંપત્તિ 10 વર્ષમાં 17 કરોડથી વધીને 147 કરોડ

