PM નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે

સોશિયલ મીડિયા પર શેર કરો

વાયનાડ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. અહીં PM મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યો. PM મોદીએ કન્નુરથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડનું હવાઈ નિરીક્ષણ કર્યું. કન્નુરથી મોદી સવારે 11.15 વાગ્યે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા. જ્યાં ભૂસ્ખલન અને ભારે પૂરના કારણે અનેક ગામોમાં તારાજી સર્જાઇ છે. જેમાં 400થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. તેમણે માર્ગમાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. મોદીએ તે સ્થળ પણ જોયું જ્યાંથી 30 જુલાઈના વિનાશની શરૂઆત થઈ હતી. ઇરુવાઝિંજી પુઝા નદી પણ આ સ્થાનથી શરૂ થાય છે. PM મોદીનું હેલિકોપ્ટર વાયનાડના કાલપેટ્ટાની એક શાળામાં ઉતર્યું છે. જ્યાંથી તેઓ રોડ માર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ગયા. તેઓ ત્યાં રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લીધી. PM સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ વાયનાડ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *