વેજલપુરમાંથી 504 ગ્રામ MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ
કોંગ્રેસ દ્વારા અત્યારે રાજ્યભરમાં ડ્રગ્સ મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે વેજલપુરમાંથી 504 ગ્રામ એમડી ડ્રગ્સ
સાથે એક પેડલર ઝડપાયો છે.પેડલર આ ડ્રગ્સ ખરીદીને લાવ્યો હતો જે શહેરના અલગ અલગ વિસ્તારમાં વેચવાનો હતો. ક્રેટા
ગાડીમાંથી ડ્રગ્સ સાથે ઝોન 7 એલસીબી અને વેજલપુર પોલીસે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
ઝોન 7 એલસીબી પીઆઇ આય.જે જાડેજાની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરામાં એક વ્યક્તિ ગાડીમાં એમડી ડ્રગ્સનો જથ્થો
લઈને બેઠો છે જેથી એલસીબી અને વેજલપુર પોલીસે સાથે મળીને જુહાપુરા રોયલ અકબર ટાવર પાસેથી ક્રેટા ગાડીમાંથી તોસિફ
અહેમદ કાદરી નામના વ્યક્તિની અટકાયત કરી હતી.પોલીસે તપાસ કરતા ગાડીમાંથી ડ્રાઈવર સીટની નીચેથી થેલીમાંથી 504 ગ્રામ
ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે FSL ની ટીમ બોલાવી ડ્રગ્સનું પરીક્ષણ કરાવતા એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ડ્રગ્સ સાથે તોસિફ કાદરીની ધરપકડ કરી છે.આરોપી જુહાપુરાનો જ રહેવાસી છે.આરોપીએ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાંથી
જ એક વ્યક્તિ જોડેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું.આરોપી ડ્રગ્સ છૂટક વેચાણ કરવાનો હોવાની કબૂલાત કરી હતી.આરોપી અગાઉ
પણ NDPS ના કેસમાં પકડાયો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *