પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સરસ્વતી બેરેજમાં પાણી છોડવા માટે અરજી કરી

સોશિયલ મીડિયા પર શેર કરો

પાટણ/ગાંધીનગર,

કોંગ્રેસના નેતા અને પાટણના ધારાસભ્ય ડૉ કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સરસ્વતી બેરેજમાં પાણી છોડવામાં આવે અને સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડાય જેના કારણે ખેડૂતોને ફાયદો થાય અને હાલ વરસાદની સિઝન હોવાથી ખેડૂતો પાકનું વાવેતર કરી રહ્યાં છે જેના કારણે મુશ્કેલી ના પડે. આ વખતે વરસાદ ઓછો છે અને સાથે સાથે પાટણ જિલ્લામાં પાણીની તકલીફ બહુ છે,દર વખતે પાટણના ધારાસભ્ય મુખ્યપ્રધાનને પત્ર લખી પાણીની માંગ કરે છે આ વખતે પણ તેમણે પાણીની માંગ કરી છે,ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ઓવરફલો થયો છે જેના કારણે પાણીની સારી આવક છે જો આ પાણી સુફલામ સુજલામ યોજના હેઠળ કેનાલમાં છોડવામાં આવશે તો સ્થાનિકો અને ખેડૂતોને તેનો લાભ મળશે. કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે,ઉત્તરગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે આ પત્ર લખવામાં આવ્યો છે,સસ્વતી બેરેજમા પાણી છે નહી અને જો નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ખેડૂતોને તેનો ફાયદો થશે,સાથે સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો અને પાણીના તર ઉપર આવશે,જેથી નર્મદા ડેમનું વધારનું પાણી સરસ્વતી બેરેજમા છોડાય તેવી પત્ર લખી કરી માગ.

ચોમાસુ હીવ છત્તા ઉત્તરગુજરાતના ખેડૂતો પાણી માટે તરસી રહ્યાં છે,તંત્ર દ્રારા પણ જોઈએ તે રીતે કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી જેના કારણે મુશ્કેલી થઈ ગઈ છે,હાલ વરસાદી સિઝનમાં નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઈ છે,ત્યારે જો આ પાણી ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોને સારો પાક થાય અને જરૂર મૂજબ તેમની જરૂરિયાત પણ પૂર્ણ થાય તેને લઈ આ પત્ર લખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *