દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કથિત ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગના કેસમાં જામીન પર બહાર આવ્યા બાદ થયા એક્ટિવ
નવી દિલ્હી,
આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનીષ સિસોડિઆ દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં જામીન પર બહાર આવ્યા પછી વધુ એક્ટિવ દેખાઈ રહ્યા છે, તેમજ વિપક્ષોને CM કેજરીવાલની વહેલી મુક્તિ માટે એક થવાની અપીલ કરી હતી, તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે નેતાઓને લાંબા સમયથી જેલમાં રાખવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણ સરમુખત્યારશાહી છે. તેમણે કહ્યું કે આ સરમુખત્યારશાહીના કારણે દેશના સામાન્ય લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનું શિક્ષણ અને આરોગ્ય જોખમાઈ રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર નિરર્થક બેઠી છે.
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “હું NDAમાં નવા સામેલ થયેલા લોકોને કહેવા માંગુ છું, એવું ન વિચારો કે માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ જ જેલમાં જશે, તેમનો નંબર પણ આવશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાએ વધુમાં દાવો કર્યો કે, “જો વિપક્ષ એક થઈને અવાજ ઉઠાવશે તો અરવિંદ કેજરીવાલ પણ 24 કલાકમાં બહાર આવી જશે.” આપણે બધાએ ‘સરમુખત્યારશાહી’ સામે લડવું પડશે. વરિષ્ઠ AAP નેતા મનીષ સિસોદિયાએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના એક દિવસ બાદ શનિવારે BJP અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા છે. આખી દુનિયામાં આતંકવાદીઓ અને માફિયાઓ પર જે કાયદાઓ લાદવામાં આવે છે તે અહીંના રાજકારણીઓ પર લાદવામાં આવે છે.