કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં PG 2nd yearની વિદ્યાર્થીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો
નવીદિલ્હી,
એક જબરદસ્ત કેસ સામે આવ્યો છે. જેમાં એક મહિલા ડોક્ટર પર હોસ્પિટલમાં જ બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી છે. કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં PG 2nd yearની વિદ્યાર્થીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે આ આત્મહત્યાનો મામલો નથી. આ પછી પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તેનાથી બધા ચોંકી ગયા છે. મહિલા ડોક્ટરના આખા શરીર પર ઈજાઓના નિશાનો છે. જબરદસ્ત સંઘર્ષ બાદ યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ કહે છે કે રાતના 3થી 6 કલાક વચ્ચે આ ઘટના ઘટી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે, “તેની આંખો અને મોં બંને બાજુથી લોહી નીકળતું હતું, તેના ચહેરા અને નખ પર ઈજાના નિશાન હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને હોઠ પર ઈજાના નિશાન હતા. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ગુનો સવારે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે થયો હતો. “ડોક્ટરનું ગરદનનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું,” તેમણે ઉમેર્યું હતું કે, એવું લાગે છે કે પહેલા ગળું દબાવવામાં આવ્યું હતું. “અમે સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તાલીમાર્થી મહિલા ડોક્ટરના પિતાએ આરોપ લગાવ્યો હતો કે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેની સાથે બળાત્કાર કરાયા બાદ તેની હત્યા કરવામાં આવી છે અને હવે સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ટ્રેની મહિલા ડૉક્ટરનો મૃતદેહ તેના સાથીદારોને ઈમરજન્સી ભવનના સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો. અમે ડોકટરો, નર્સો અને અન્ય લોકો સાથે વાત કરી રહ્યા છીએ જેઓ ગઈકાલે રાત્રે તેની સાથે ફરજ પર હતા. કેસની તપાસ ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહિલાના માતા-પિતાને બોલાવ્યા અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. પીડિતાના પિતાએ કહ્યું, “મારી પુત્રીની હત્યા કરતાં પહેલાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેના શરીર પરના ઈજાના નિશાન આ વાતનો પુરાવો છે. તે અર્ધ-નગ્ન અવસ્થામાં મળી આવી હતી. સત્ય છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શુક્રવારે કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં PGTની ટ્રેની મહિલા ડૉક્ટરનો અર્ધ-નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેની મહિલા તબીબ છાતી રોગ ચિકિત્સા વિભાગની બીજા વર્ષની વિદ્યાર્થીની હતી અને ગુરુવારે રાત્રે ફરજ પર હતી. મહિલા તાલીમાર્થી તબીબના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેની હત્યા બળાત્કાર બાદ કરવામાં આવી હતી. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પીજીટી ડોકટરોએ ઇમરજન્સી વોર્ડ સિવાયના તમામ વિભાગોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે, ગુનેગારોની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. ઘણા વિદ્યાર્થી સંગઠનોએ મહિલા ડૉક્ટરના મૃત્યુની ઝડપી તપાસની માંગ સાથે રેલી કાઢી હતી. વિધાનસભ્ય અગ્નિમિત્રા પોલ સહિત અનેક વિપક્ષી ભાજપના નેતાઓએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મેજિસ્ટ્રેટ દ્વારા સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. શાસક તૃણમૂલ કોંગ્રેસના નેતા ડૉ. શાંતનુ સેને પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને વિગતવાર તપાસ ઈચ્છીએ છીએ, જેઓ ‘ઈન્ડિયન મેડિકલ એસોસિએશન’ના પ્રમુખ હતા, તેમણે કહ્યું કે મમતા બેનર્જી પ્રશાસન હંમેશા મહિલાઓના અધિકારો અંગે ચિંતિત છે.
રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા સેને કહ્યું કે તપાસ શરૂ થઈ ગઈ છે. ‘એસોસિએશન ઑફ હેલ્થ સર્વિસ ડૉક્ટર્સ’ના વરિષ્ઠ સભ્ય ડૉ. માનસ ગુમતાએ આક્ષેપ કર્યો હતો કે મામલાને ‘દબાવવાના’ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંગાળમાં આ પહેલા ક્યારેય બન્યું નથી.” બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “કોલકત્તાની એક મોટી સરકારી હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર બાદ હત્યા થઈ છે. ડ્યુટી રૂમમાંથી તેની નગ્ન લાશ મળી આવી હતી. મીડિયામાં છપાયેલા અહેવાલ મુજબ હોસ્પિટલના એક ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “તેણે રાત્રે લગભગ 2 વાગ્યે તેના જુનિયરો સાથે ડિનર કર્યું હતું.” આ પછી તે સેમિનાર રૂમમાં ગઈ હતી. કારણ કે ત્યાં આરામ માટે કોઈ અલગ રૂમ નથી, પોલીસ અધિકારીએ કહ્યું, “ચહેરા પર, ગરદન વચ્ચે ગાલ, નાક, હોઠ પર સ્ક્રેચના નિશાન છે.” આ નિશાનો દર્શાવે છે કે સંઘર્ષ થયો હતો.” તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને એ સમજવામાં મદદ કરશે કે શું તેણીનું યૌન શોષણ થયું હતું અને તેણીની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ગુરુવારે મોડી રાત્રે તેની સાથે ફરજ પર રહેલા પાંચ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોગ્ય સચિવ એનએસ નિગમ અને કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તબીબી સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ ડોક્ટરના મોતની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે.