ગાંધીનગર જિલ્લાના 2.15 લાખ મતદારોના નામ રદ, પાંચેય બેઠકો પર ડ્રાફ્ટ યાદીમાં 11.73 લાખનો સમાવેશ

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આજે ગાંધીનગર જિલ્લાની
ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર સુધારણાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવા
આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ 13.89 લાખમાંથી 2.15 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જિલ્લા
કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મેહુલ દવેએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લાની પાંચેય વિધાનસભા
બેઠકો પર સુધારણાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાની દહેગામ, ગાંધીનગર દક્ષિણ,
ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલ વિધાનસભા બેઠકો પર કુલ 13,89,712 મતદારો નોંધાયેલા હતા. જેમાં 34-દહેગામમાં
2,29,839 મતદારો, 35-ગાંધીનગર દક્ષિણ 4,07,484 મતદારો,36-ગાંધીનગર ઉત્તર 2,55,997 મતદારો,37-માણસા
2,44,821 મતદારો અને 38 -કલોલમાં 2,54,571 મતદારો નોંધાયેલા હતા.
ત્યારે ડિજિટલાઈઝેશનની પ્રક્રિયાના અંતે તેમાંથી 11,73,921 મતદારોનો ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થયો છે. જ્યારે ગેરહાજર,
સ્થળાંતર અને મૃત્યુ જેવા વિવિધ કારણોસર કુલ 2,15,791 વ્યક્તિઓના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ
56,671 નામો મૃત્યુના કારણે કમી થયા છે. વધુમાં કલેકટરે ઉમેર્યું કે,મતદાન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મતદાન મથકોનું
પુનર્ગઠન કરવામાં આવ્યું છે. જિલ્લામાં અગાઉ હયાત 1333 મતદાન મથકોમાં નવા 128 મથકોનો ઉમેરો કરવામાં આવ્યો છે,
જ્યારે 1 મતદાન મથક મર્જ કરવામાં આવ્યું છે. આમ હવે આગામી ચૂંટણીઓ માટે ગાંધીનગર જિલ્લામાં કુલ 1460 મતદાન મથકો

અસ્તિત્વમાં આવ્યા છે. આ પ્રસિદ્ધ થયેલી મસદ્દા યાદી અંગે કોઈ પણ મતદાર પોતાના હક્ક-દાવા કે વાંધા અરજીઓ 18 જાન્યુઆરી
2026 સુધી રજૂ કરી શકશે. જો કોઈ મતદારનું નામ યાદીમાં ન હોય તો તેઓ ‘ફોર્મ નં. 6’ ભરીને નામ ઉમેરાવી શકે છે. આ
અરજીઓના નિકાલ બાદ 17 ફેબ્રુઆરી 2026ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.કોઈ પણ માહિતી માટે
નાગરિકો હેલ્પલાઈન નંબર 1950 પર કોલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *