નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટલની પનીર ચીલીમાં મરેલો વંદો મળ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

નડિયાદ,

નડિયાદ શહેરની જાણીતી રવિન્દ્ર નાનકિંગ હોટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં, નડિયાદ કોર્પોરેશન દ્વારા રવિન્દ્ર નાનકિંગ નામની હોટલ સીલ કરાઇ છે. પનીર ચીલીમાંથી વંદો નીકળવા ઉપરાંત હોટલમાં ગંદકી પણ મળી આવી હતી. તેમાં ગ્રાહક દ્વારા ઓર્ડર કરવામાં આવેલ પનીર ચીલીમાં મરેલો વંદો મળ્યો હતો. પેક કરાવેલ ઓર્ડર ઘરે જઈ ખોલતા અંદરથી મરેલો વંદો નિકળ્યો હતો.

આ હોટલના રસોડામાં અસ્વચ્છતા, વાસી ખોરાક અને સ્વચ્છતાના નિયમોનો ભંગ થતો હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું હતું, જે પનીર ચીલીમાંથી વંદો નીકળવા પાછળનું મુખ્ય કારણ હતું. તંત્રએ ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ હોટલની ગંભીર બેદરકારી નોંધી હતી. ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ તંત્રએ હોટલ રવિન્દ્ર નાનકિંગ સામે કડક પગલાં લીધાં હતાં. તંત્રએ હોટલને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો હતો અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ હોટલના સંચાલનને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું હતું. તંત્રના આ પગલાથી અન્ય હોટલ સંચાલકોમાં પણ કાયદાનો ડર પેઠો છે. આ ઘટના એ વાતનો સંકેત આપે છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના મામલે હવે તંત્ર કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવા તૈયાર નથી.

એક ગ્રાહકે ઓર્ડર કરેલી પનીર ચીલીની વાનગીમાં મરેલો વંદો નીકળતાં આ સમગ્ર બેદરકારીનો પર્દાફાશ થયો હતો. જેમાં કોર્પોરેશનની ટીમે તુરંત સ્થળ પર આવી તપાસ કરી હોટલ સીલ કરી છે. નડિયાદ શહેરના વલ્લભનગર ચોકડી પાસે આવેલી જાણીતી હોટલ રવીન્દ્ર નાનકિંગ પર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ નડિયાદ નગરપાલિકાએ કડક પગલાં લીધાં છે અને હોટલને સીલ મારી દીધું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *