બીસીએ દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટ: ફાઈનલમાં બરોડા – એ અને મુંબઈ વચ્ચેના રોમાંચક મુકાબલામાં મુંબઈ વિજેતા 

સોશિયલ મીડિયા પર શેર કરો

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટની ફાઈનલમાં બરોડા – એ અને મુંબઈ વચ્ચેના રોમાંચક મુકાબલામાં મુંબઈ વિજેતા બન્યું હતું.

બીસીએ, બીસીસીઆઈ અને બીસીએના સેક્રેટરી સ્વ.જે. વાય. લેલેની યાદમાં આયોજિત અખિલ ભારતીય જે.વાય. લેલે મેમોરિયલ અંડર-16 ઇન્વિટેશનલ ટુર્નામેન્ટનું ગઈકાલે સમાપન થયું હતું. ઇન્ફિપ્રો સ્પોર્ટ્સ અકેડેમી, રેલ્વે ગ્રાઉન્ડ, ખાનપુર ગ્રાઉન્ડ સહિતના મેદાનો પર કુલ 23 રોમાંચક મેચો રમાઈ હતી. જ્યારે ત્રણ દિવસના ફોર્મેટમાં રમાયેલ ફાઈનલમાં મુંબઈ અને બીસીએ-એ ટીમ વચ્ચે ટક્કર થતા  મુંબઈએ પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે વિજય મેળવ્યો હતો. વિજેતા મુંબઈ ટીમને રૂ.1.50 લાખ અને રનર-અપ બીસીએ-એ ને રૂ.75 હજારના રોકડ ઇનામો સાથે ટ્રોફી અને મેડલ્સ એનાયત કરાયા હતા. સાથે ક્રિવ પટેલ (બીસીએ-એ) શ્રેષ્ઠ બેટ્સમેન,  ઓમ પટેલ (બીસીએ-એ) શ્રેષ્ઠ બોલર, મલિકેશ  યાદવ (બીસીએ-બી) મેન ઑફ ધ સિરીઝ અને અર્જુન ગાડોયા (મુંબઈ) ફાઈનલના મેન ઑફ ધ મેચ જાહેર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *