સુરતમાં માતા-પુત્રની 14મા માળેથી મોતની છલાંગ

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરત
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ
પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈએથી
પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ દીકરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, માતાનું પણ સારવાર દરમિયાન સિવિલ
હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસ હાલ આ આપઘાત પાછળના કારણોની તપાસ કરી રહી છે. અત્યારસુધી માતા પુત્રની
ઓળખ થઈ નથી. મહિલાએ 14મા માળેથી પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી, ત્યારે તે નીચે પાર્ક કરેલી એક
કાળા રંગની કાર પર પટકાઈ હતી. મહિલા કારના પાછળના ભાગે પડતાં કારનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને પાછળનો ભાગ
દબાઈ ગયો હતો. કારની પાસે જ મહિલા લોહીલુહાણ હાલતમાં પટકાઈ હતી, જેના કારણે આ ગમખ્વાર ઘટનામાં કારને પણ ભારે
નુકસાન થયું હતું. આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ સુમન અમૃત આવાસ છે, જે ભટાર
ચોકી વિસ્તારમાં લાગે છે, ત્યાં એક આશરે 30 વર્ષની મહિલા છે, જે પોતાના બાળકને લઈને 14મા માળેથી કૂદકો મારે છે. આ
ઘટનામાં પુત્રનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું અને માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ ખસેડાયા હતા. પ્રાથમિક
તપાસ દરમિયાન મહિલા આવાસની ના હોવાનું જાણવા મળે છે. મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ બનાવ કઈ રીતે બન્યો છે
એ અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે તો બનાવમાં બેન આત્મહત્યા કરવા માટે 14મા માળેથી કૂદેલાં હોય એવું જણાઈ આવે છે
છતાં પણ પોલીસ સીસીટીવી ફૂટેજ અને બીજા ટેક્નિકલ સોર્સના આધારે તપાસ કરી રહી છે. બાળકની ઉંમર આશરે 5 વર્ષની
આસપાસ છે. ઘટનાસ્થળે જ પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે હાલ માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અત્યારસુધી આ મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસના જણાવ્યા અનુસાર આવાસમાં રહેતા લોકો પણ તેમને ઓળખતા
નથી. એવી શક્યતા છે કે તેઓ ત્યાં હાલમાં જ રહેવા આવ્યાં હોય અથવા આત્મહત્યા કરવાના ઈરાદે બહારથી આ બિલ્ડિંગમાં આવ્યાં
હોય. પોલીસે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *