ભરૂચ,
ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ફરી એક વાર વિવાદમાં આવ્યા છે જેમાં ભરૂચના દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત ટોળાએ મારામારી કરી હોવાનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, રેસ્ટોરન્ટના સંચાલક સહિત 2 લોકો ઉપર ઠંડા પીણાંની કાચની બોટલો છુટ્ટી મારતા માથામાં ઈજાગ્રસ્ત હતા એવું પણ અત્યારે સામે આવી રહીં છે. રેસ્ટોરેન્ટમાં ગંભીર પ્રકારની મારામારી છુટ્ટી ખુરશી કચરાપેટીઓ છૂટી મારતા સીસીટીવી વાયરલ થયા હતા.
આ મામલે પોલીસે હત્યાના પ્રયાસના પ્રકરણમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 10થી વધુ લોકોની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ધીંગાણુંમાં ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 6 તથા અન્ય 6 સગીર કિશોર મળી 12ની ધરપકડ કરી લેવામાં આવી છે. ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખને મારામારી કરવી ભાડે પડી છે. કારણે કે, મારામારીના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ સીસીટીવી વીડિયોના આધારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી દીધી છે. શા માટે ભરૂચ ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખે મારામારી કરી હતી? તે બાબતે પણ અત્યારે કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. જોકે, પોલીસે અત્યારે હત્યાના પ્રયાસ કરવા મામલે ગુનો દાખલ કરી દીધો છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અત્યાર સુધીમાં પોલીસે ભરૂચ ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ સહિત 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરવામાં આવી છે.