અમદાવાદ
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ‘ડેઇલી સ્ટે’ હોટલમાં એક પ્રેમી યુગલે 17 ડિસેમ્બરે હાથની નસો કાપીને આપઘાતનો
પ્રયાસ કર્યો હતો, જેમાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે યુવતીનો બચાવ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક યુવક
અને યુવતી અમદાવાદના શેલા વિસ્તારના રહેવાસી હતા અને બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. જોકે, બંને એક જ
સમાજના અને નાતે કાકા-ભત્રીજી થતા હોવાથી સમાજમાં તેમના લગ્ન શક્ય નહોતા, જેનો રસ્તો ન દેખાતા બંનેએ ઘરેથી ભાગીને
સાથે મરવાનું નક્કી કર્યું હતું. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હોસ્પિટલમાં સારવાર લઈ
રહેલી યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઇલી સ્ટે નામની હોટેલમાં યુવક
અને યુવતી ઘરેથી ભાગીને રોકાવા આવ્યા હતા. ગઈકાલે (17 ડિસેમ્બર)એ બપોરના સમયે યુવક અને યુવતીએ હાથમાં બ્લેડ મારીને
સાથે મરી જવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઇજા થતા યુવકનું મોત થયું હતું જ્યારે યુવતી બેભાન થઈ ગઈ હતી. હોટલના
સ્ટાફને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે યુવકના
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. બંનેએ સાથે આપઘાત પ્રયાસ કર્યો હતો તેનું કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી
રહી હતી, પરંતુ યુવતી ભાનમાં ન આવી હોવાથી ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું. જેથી પોલીસે યુવતીના ભાનમાં આવવાની
રાહ જોઈ રહી હતી. યુવતીના ભાનમાં આવત પોલીસ પૂછપરછ કરી ત્યારે જાણ થઈ હતી કે, બંને અમદાવાદના શેલા વિસ્તારના
રહેવાસી હતા. બંને વચ્ચે કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. બંને એક જ સમાજના અને કાકા ભત્રીજી થતા હોવાથી બંનેના લગ્ન
શક્ય નહોતા જેથી બંનેએ સાથે મરવાનું નક્કી કર્યું હતું. બંનેએ સાથે હાથ પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકનું
મોત થયું જ્યારે યુવતીનો બચાવ થયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રેમી યુગલે આપઘાતનો પ્રયાસ કર્યો, લગ્ન શક્ય ના હોવાના કારણે હાથની નસ કાપી, યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર, અમદાવાદની હોટલમાં પ્રેમી યુગલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો

