રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના હજી થોડા જ દિવસો થયા છે ત્યાં રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા  

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજકોટ,

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ તો જાણે તેમના પિતાશ્રી નું રાજ ચાલતું હોય તે રીતે બેફામ બની ગયા છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને ખુબજ શર્મનાક કહેવાય કે તે કિસ્સો રાજકોટ થી છે અને તે પણ ફાયર એનઓસી બાબતે. રાજકોટમાં હજી તો ટીઆરપી ગેમઝોન અગ્રિકાંડમાં વગર વાંકે મરનારા નિર્દોષ લોકોની ચિસો શાંત પણ નથી થઈ. આ દરમિયાન ફરી એક સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. આ મામલે વિગતે વાત કરવામાં આવે તો RMC ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા છે. આ સરકારી અધિકારી 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. આ બાબતે મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે ફરિયાદી પાસે ફાયર NOC માટે 3 લાખ લાંચની માંગ કરી હતી. જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યા છે. મહત્વની વાત એ છે કે, રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાની કચેરી ખાતે જ લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકા (RMC) ના ચીફ ફાયર ઓફીસર એ.બી.મારૂ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ મામલે મળતી વિગતો પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકના ફાયર ચીફ ઓફિસર મારૂ 1.80 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. નોંધનીય છે કે, ફાયર ઓફિસરે ફરિયાદી પાસેથી ફાયર NOC માટે રૂપિયા 3 લાખ માગ્યા હતા. જો કે, 3 લાખ પૈકી 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા બાબુ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાની કચેરીએ જ ACBએ ઝડપી લીધા છે. રાજકોટ અગ્નિકાંડ હજુ તો માટે ગણતરીના દિવસોજ વિત્યા છે ત્યાં ફરી એકવાર સરકારી બાબુઓની નિર્લજ્જતા સામે આવી છે. આવા અધિકારીઓના પાપે જ માસૂમ લોકોના જીવ હોમાયા છે. રાજકોટ (Rajkot) અગ્રિકાંડમાં હોમાયેલા 27 લોકો આવા અધિકારીઓના કારણે જ મૃત્યુ પામ્યા છે. આખરે શા માટે આવા અધિકારીઓનો પેટનો ખાડો ભરાતો નથી. કામ કરવા માટે મોટા સરકારી પગાર તો મળે જ છે. છતાં પણ આવા અધિકારીઓનું પેટ ભરાતું નથી. ગુજરાતમાં આવા તો કેટલાય અધિરારીઓ હશે, આ ફાયર સેફ્ટીના નામે આવા ભ્રષ્ટાચાર કરતાં હોય છે. રાજકોટમાંથી પણ અત્યારે આવા એક અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *