ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં IT ની ટીમનો દરોડો

સોશિયલ મીડિયા પર શેર કરો

ત્રિલોક અને અલ્પેશ પરીખના નિવાસસ્થાને અને ઓફિસે પણ સર્ચની કાર્યવાહી

અમદાવાદ
અમદાવાદના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ IT ની ટીમ પહોંચીને તપાસ હાથ ધરી છે. ગઈકાલે મંગળવારે
આવકવેરા વિભાગે વિનોદ ટેકસટાઇલમાં પાડેલા દરોડામાં તપાસનો દોર લંબાયો છે. હજી પણ આ સર્ચનો દાયરો વધી શકે છે.
ગઈકાલે મંગળવારે પાડેલા દરોડામાં તુલીપના એક બંગલામાંથી 21 લાખથી વધુની રોકડ રકમ તથા સોના – ચાંદીના દર દાગીના મળી
આવ્યા છે. તેની કિંમત આંકવા આજે વેલ્યુઅરને બોલાવીને જાણવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ગઈકાલે મંગળવારે
આવકવેરા વિભાગે વિનોદ ટેકસટાઇલમાં પાડેલા દરોડામાં તપાસનો દોર લંબાયો છે.આજે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેવા પામી
છે. આજે ત્રિલોક પરીખના ગુલમહોર ક્લબ ખાતે IT ની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ ત્રિલોક પરીખ અને
અલ્પેશ પરીખના નિવાસસ્થાને અને ઓફિસે પણ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. જોકે
આવકવેરા વિભાગ તરફથી સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. સુત્રોના જણાવ્યા મુજબ વિનોદ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેમના
નિવાસસ્થાન સહિત કુલ 35 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડાની કામગીરીમાં આવકવેરા વિભાગના
150થી વધુ અધિકારીઓ – કર્મચારીઓની ટીમ જોડાઈ છે. IT ની ટીમે તપાસનો દાયરો વધાર્યો છે અને હજી પણ આ સર્ચનો દાયરો
વધી શકે છે. ગઈકાલ મંગળવારના સર્ચ દરમિયાન IT ની ટીમને વિનોદ મિત્તલના ત્યાંથી લાખોની રોકડ અને અન્ય વ્યવહારો પણ
મળ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. IT ની ટીમ દ્વારા બેંક ખાતા સહિત તમામ દાગીના સહિતની બાબતોની
તપાસ ચાલુ છે. મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *