અમદાવાદ
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો સુભાષ બ્રિજ તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવા મામલે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે
કોઈપણ દુર્ઘટના ન સર્જાય તેના માટે બેરિકેડ મૂકીને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને
પોલીસ દ્વારા કોઈપણ વ્યક્તિ બ્રિજ પર ન જાય તેના માટે તકેદારી રાખવામાં આવી હોવાની વાતો વચ્ચે સુભાષ બ્રિજ ઉપર વહેલી
સવારે લોકો ચાલવાના નામે બ્રિજ ઉપરથી પસાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. યોગ્ય બેરિકેડિંગ ન કરવામાં આવ્યું હોવાના
કારણે થઈને સુભાષ બ્રિજના આરટીઓ સર્કલ તરફ અને પોલીસ કમિશનર ઓફિસ તરફ લોકો અવરજવર કરી રહ્યા છે. સુભાષબ્રિજ
પર તિરાડ પડી હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો છે. જેના કારણે બ્રિજ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
છે. બ્રિજની બંને તરફ મોટા બેરિકેડ મૂકવામાં આવ્યા છે છતાં પણ આ બ્રિજ ઉપરથી કેટલાક લોકો ચાલીને જતા હોવાનું સામે આવ્યું
છે. RTO સર્કલ અને શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ બંને તરફ મોટા બેરિકેડ મૂકવામાં આવ્યા છે. જોકે સવારે ચાલવા જનારા
કેટલાક લોકો આ બ્રિજ પર અવર-જવરની પ્રતિબંધ હોવા છતાં પણ બેરિકેડના ખુલ્લા ભાગમાંથી પસાર થતાં હોવાનું સામે આવ્યું છે.
સુભાષબ્રિજના બંને તરફ પોલીસ દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત ત્રણ શિફ્ટમાં મૂકવામાં આવ્યો હોવા
છતાં પણ લોકો આ બ્રિજ પરથી જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. બ્રિજનો બંને તરફનો ભાગ બંધ કરવામાં આવ્યો હોવા છતાં પણ
કોર્પોરેશન અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તો લોકો કેમ બ્રિજના છેડા સુધી
અને અંદર સુધી પહોંચી રહ્યા છે. તિરાડ પડી અને ભાગ બેસી ગયો છે ત્યારે બ્રિજ ઉપર ઓવરલોડ ના કારણે આ ઘટના બની હોવાનું
પ્રાથમિક રીતે પણ જણાય આવ્યું છે. ત્યારે જુઓ લોકો આ રીતે બ્રિજ ઉપર જાય અને દુર્ઘટના સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર
રહેશે.

