સુરત,
સુરતમાં આવેલ સિંગણપોર નંદનવન સોસાયટી ખાતે રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 5 વર્ષીય એકનો એક પુત્ર શ્લોક બુધવારે બપોરે સોસાયટીમાં રમતો હતો. આ દરમ્યાન શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતો સ્કૂલ વાન સોસાયટીમાં આવી હતી. વિદ્યાર્થીઓને લઈને સ્કૂલવાન ચાલક સંજય વાન રિવર્સ લેતા સમયે આ કરુણ ઘટના બની હતી.
સુરતમાં એક સ્કૂલવાને રીવરસ લેતા એક 5 વર્ષનું બાળક કચડાઇ જવાની ઘટના બની છે. વાનની નીચે કચડાઇ જતાં બાળકનું મોત નીપજ્યું છે. એકના એક દિકરાનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. સુરતમાં સિંગણપોરમાં સ્કૂલવાન ચાલકે રિવર્સ લેતા 5 વર્ષીય બાળકને અડફેટમાં લીધો હતો. જેના કારણે બાળકનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધારે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે સિંગણપોર પોલીસે સ્કૂલવાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો તેની ધરપકડ કરી છે.