ગાંધીનગર,
વર્ષ 2021 લેવાયેલ LRD પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે લેવામાં આવેલ કડક પગલા બાબતે માહિતી આપતા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું હતું કે, કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવામાં આવ્યા છે. આ ઉમેદવારો 3 વર્ષ દરમિયાન કોઈ પણ ભરતીની પરીક્ષા આપી શકશે નહીં.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, વર્ષ 2021 માં લેવાયેલ LRD પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવામાં આવ્યા છે. આ ઉમેદવારો 3 વર્ષ દરમિયાન કોઈપણ ભરતીની પરીક્ષા આપી શકશે નહીં. તેમણે કહ્યું કે, આ ઉમેદવારોએ શારીરિક કસોટીનાં કોલ લેટર સાથે ચેડાં કર્યા હતા. જવાબદાર ઉમેદવારોમાં અમદાવાદનાં 18 અને રાજકોટનાં 9 ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. હસમુખ પટેલે આગળ કહ્યું કે, મહિલા ઉમેદવારની અરજી રદ કરાવનાર સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. આ સાથે તેમણે કોઈપણ લાલચમાં ન આવવા ઉમેદવારોને અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે. PSI તથા LRD ની ભરતીમાં અરજી માટે પોર્ટલ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે. જે લોકો ચાલુ વર્ષે સ્નાતક થઈ ગયા છે તેમના માટે આ પોર્ટલ ફરી ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે, OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ લોકરક્ષક (LRD) અને PSI ની ભરતી પરીક્ષા લેવાશે. જ્યારે નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ કરવામાં હાલ નહીં આવે. ચોમાસા પછી શારીરિક પરિક્ષા લેવામાં આવશે. એવી પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી હતી.