હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારી સામે આવી

સોશિયલ મીડિયા પર શેર કરો

‘બાળકીનો હાથ કાપવો પડશે’ અમદાવાદ સિવિલના ડૉક્ટરની વાતથી પરિવાર ચોંક્યો
વિસનગરની પાર્થ હોસ્પિટલ સામે પિતાનો આક્ષેપ, કહ્યું- “ડૉક્ટરની ભૂલના કારણેની ભૂલે બાળકીનો હાથ કાળો પડ્યો, અમારી બાળકીને ગેંગરીન થઈ ગયું”

મહેસાણા
માત્ર 11 દિવસની નવજાત બાળકીનો હાથ ગેંગરીનથી કાળો પડી જતાં મહેસાણાના વિજાપુરનો પરિવાર અસમંજસમાં મૂકાયો છે.
પરિવારે વિસનગરની પાર્થ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, અહીંના ડૉક્ટરની સારવારમાં બેદરકારીના કારણે મારી
દીકરીનો હાથ કાળો પડ્યો છે, તેની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરો અને અમને ન્યાય અપાવો. આ આક્ષેપ અંગે હોસ્પિટલ
તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ડૉક્ટરનો સંપર્ક કરતા પછી જવાબ આપવા કહ્યું.
મહેસાણા જિલ્લાના વિસનગરની પાર્થ હોસ્પિટલમાં માત્ર 11 દિવસની નવજાત બાળકીનો હાથ ગેંગરીનથી કાળો પડી જતાં પરિવાર
પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બાળકીના પિતા અંકિત રાવળે જણાવ્યું કે, 25 નવેમ્બરે મારી પત્નીને કાશીબા હોસ્પિટલમાં દાખલ
કરી હતી અને ત્યાં સિઝેરિયન કરીને ડિલિવરી કરાવી હતી. મારી દીકરીનું વજન માત્ર 1.3 કિલો હોવાથી આયુષ્માન કાર્ડ યોજના
હેઠળ પાર્થ હોસ્પિટલમાં બાળકીને 7 દિવસ માટે ઇન્ક્યુબેટર (પેટી)માં રાખવામાં આવી હતી અને રોજ ઇન્જેક્શન-દવા આપવામાં
આવતા હતા પરંતુ, સાતમા દિવસે હોસ્પિટલ તરફથી ફોન આવ્યો કે, “બાળકીનો હાથ કાળો પડી ગયો છે, તમે અહીંથી લઈ જાઓ.
વધુમાં તેઓએ જણાવ્યું કે, બાળકીનો હાથ કાળો પડતાં પાર્થ હોસ્પિટલના ડોક્ટરને પૂછ્યું તો જવાબ મળ્યો કે, “માતા, ફોઈ કે દાદીએ
હાથ દબાવ્યો હશે એટલે આવું થયું”. ઇમરજન્સી જોઈને પરિવારે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ
ગેંગરીન જાહેર કરી હાથ કપાવવાની સલાહ આપી. હાથ કપાવવા તૈયાર ન થતાં પરિવારે આજે બાળકીને વડનગર સિવિલ
હોસ્પિટલમાં ખસેડી છે, જ્યાં ડોક્ટરોએ 50 ટકા રિકવરીની આશા આપી છે. આવા ડોક્ટર સામે પગલાં લેવા જોઈએ, હોસ્પિટલે
એક જ કાગળ આપ્યો છે, કઈ દવા આપી કે કયા રિપોર્ટ કર્યા એની કોઈ માહિતી આપી નથી. અમારી એક જ માંગ છે – અમારી
બાળકી સાજી થઈ જાય.
બાળકીની ફૂઈ સુહાની રાવળે ભાવુક થઈને જણાવ્યું કે, “ભાભીને કાશીબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યાં ઓપરેશન કરીને
ડિલિવરી કરાવી. તરત જ બાળકીને વજન ઓછું હોવાથી પાર્થ હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવી. પાંચ દિવસ સારવાર ચાલી
અને રોજ સોઈ લગાવવામાં આવી. એ જ સોઈની ભૂલથી બાળકીનો હાથ કાળો પડી ગયો છે. ડોક્ટરની ભૂલના કારણે જ આજે
અમારી 11 દિવસની નાનકડી બાળકીને ગેંગરીન થઈ ગયું છે. અમે બાળકીનો હાથ કપાવવા તૈયાર નથી – એ અમારી એક જ માંગ
છે.

વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. હર્ષિત પટેલે જણાવ્યું કે, “આજે સવા બાર વાગ્યાની આસપાસ વિસનગરની એક
ખાનગી હોસ્પિટલમાંથી ડિલિવરી થયા બાદ 11 દિવસની નવજાત બાળકી અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના એક
હાથનો ભાગ એકદમ કાળો પડી ગયો છે. પ્રાથમિક તપાસમાં ગેંગરીનની શક્યતા લાગી રહી છે. આ સ્થિતિમાં હાથના છેવાડાના
ભાગમાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય ત્યારે આવું થાય છે. અમે પીડિયાટ્રિક સર્જનનો અભિપ્રાય લેવા માગ્યો હતો, પરંતુ અમારી
હોસ્પિટલમાં રેગ્યુલર પીડિયાટ્રિક સર્જન ઉપલબ્ધ નથી. તેથી RBSK ટીમ દ્વારા બાળકીને વધુ મોટી હોસ્પિટલમાં રિફર કરવાની
કાર્યવાહી ચાલુ છે અને જિલ્લા વિકાસ અધિકારી સાથે પણ આ અંગે વાત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *