વડોદરા,
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં શોપિંગ કરીને ઘરે પરત ફરી રહેલી બે બહેનોની એક્ટીવાને આઇસર ટેમ્પાએ અડફેટે લીધી. આ દુર્ઘટનામાં 17 વર્ષીય કેયા દિનેશભાઈ પટેલ, જે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી, તેનું આ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માત બાદ કેયા પટેલને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેમણે પ્રાણ ગુમાવ્યા. સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. આઇસર ટેમ્પો ચલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખરીદી કરી એક્ટિવા પર માસીની દીકરી કેયા ની પાછળ બેસી કારેલીબાગ મુક્તાનંદ તરફ જતા રોડ પરથી યુ ટર્ન મારી પાણીની ટાંકી સર્કલથી અમીતનગર તરફ જતા હતા. તે વખતે પુરઝડપે આવી રહેલ એક આઇસર ટ્રક ચાલકે એક્ટીવા મોપેડને અડફેટે લેતા જાનસીબેન અને કેયા પટેલ હવામા ફંગોળાઈ રોડ પર નીચે પટકાયા હતા. જોકે જાનસી બેનને વધુ ઈર્જા ન પહોંચતા તેઓ તરત ઉભા થઇ ગયા હતા. પરંતુ તેમના માસીની દિકરી કેયા એક્ટીવા સાથે નીચે રોડ પર બેભાન અવસ્થામાં પડેલ હતા અને તેમના નાકમાથી લોહી નીકળી રહ્યું હતું.
વડોદરામાં આવેલ અશોકવાટીકા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને દશરથ ગામ ફર્ટીલાઇઝર નગરમાં આવેલ જીએસએફસી. યુનિવર્સીટીમા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતા 17 વર્ષીય જાનસીબેન પટેલ તેમના માસીની દિકરી કેયા દિનેશભાઈ પટેલ સાથે ઘરેથી એક્ટીવા મોપેડ પર બપોરના સમયે ખરીદી કરવા ગયા હતા.