મુંબઈ,
24 જાન્યુઆરી 2023 ભારતના ઈતિહાસમાં આ તારીખ બધાને યાદ હશે. ખાસ કરીને દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીને. એ જ દિવસે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ જાહેર કર્યો, જેના પછી માત્ર અદાણી ગ્રૂપની કંપનીઓના શેર તૂટ્યા જ નહીં, પરંતુ સમગ્ર શેરબજાર હચમચી ગયું. હવે આ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર ભારતને લઈને મોટી ચેતવણી આપી છે. હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં અદાણી ગ્રૂપ વિરુદ્ધ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેણે કહ્યું કે તેણે અદાણી ગ્રુપના શેરમાં શોર્ટ પોઝિશન લીધી છે. જો કે ત્યારે તે સ્પષ્ટ નથી થયું કે તેણે આ શોર્ટ પોઝિશિન કોના માટે લીધી હતી. કારણ કે તેને ભારતીય શેરબજારમાં સીધા સોદા કરવાની મંજૂરી નથી. હિન્ડેનબર્ગ રિસર્ચે 10 ઓગસ્ટની સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘ભારત માટે ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે.’ આ વખતે હિંડનબર્ગનું લક્ષ્ય કોણ છે, તે તેની ભૂતપૂર્વ પોસ્ટ પરથી સ્પષ્ટપણે જાણી શકાયું નથી. પરંતુ તેમની આવી ચેતવણી શેરબજારમાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ચોક્કસપણે અસર કરશે.
એટલું જ નહીં અદાણી ગ્રૂપને લઈને સામાન્ય રોકાણકારોના મનમાં ફરી એકવાર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ હિંડનબર્ગની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચની પોસ્ટ પર સામાન્ય યુઝર્સની કોમેન્ટસ પરથી પણ આ જાણી શકાય છે. જ્યારે હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીના જૂથ સામે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જે બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટ સામે આવ્યો તે પહેલા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ટોપ-5 સૌથી અમીર લોકોમાં સામેલ હતા, પરંતુ રિપોર્ટ આવ્યાના થોડાં જ દિવસોમાં તેમની નેટવર્થ અડધી થઈ ગઈ હતી અને તેઓ ટોપ-5ની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. વિશ્વના 25 સૌથી ધનિક લોકો હતા. જો કે ગૌતમ અદાણીની કંપનીએ એક વર્ષમાં રિકવરી કરી લીધી. હાલમાં તે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે અને વિશ્વના ટોપ 15 સૌથી ધનિક લોકોમાં છે. હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં અદાણી જૂથ પર વધુ પડતી લોન લેવાનો શેરના ભાવને ઉંચા ભાવ સુધી લઈ જવા અને એકાઉન્ટિંગમાં ગેરરીતિઓનો આરોપ મૂક્યો હતો.