હિંમતનગર,
હિંમતનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, એક યુવક ને શેરબજારમાં મોટા રોકાણ કરવાની લાલચ આપી છેતરપીંડી આચરવામાં આવી છે. યુવકના ફોનમાં કોઈ અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજને ભરોસે 4 લાખ 33 હજાર રૂપિયા ગુમાવ્યા છે. અલગ અલગ છ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી અજાણ્યા શખ્શે છેતરપિંડી આચરી છે. આઈટી એક્ઝુક્યુટિવ તરીકે નોકરી કરતો હોવા છતાં ઓનલાઈન પેમેન્ટ કરી ઠગાયો છે હિમતનગરનો યુવક. બેરણાં રોડ પર રહેતા હિંમતનગરના સોહમ પટેલ સાથે છેતરપિંડી થવા પામી છે. સોહમ પટેલે અજાણ્યા નંબરધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

