આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ત્રિદિવસીય ૧૭માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-૨૦૨૪નો શુભારંભ

સોશિયલ મીડિયા પર શેર કરો

ટોપી- ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોની ૧૭મી આવૃત્તિ- નવીનતા, ટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત

ગાંધીનગર,

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પાટનગર ગાંધીનગર ખાતે હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્ષ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બંને મંત્રીશ્રીએ એક્સપોનો શુભારંભ કરીને  પ્રદર્શનોની મુલાકાત લીધી હતી. તા. ૮ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધી યોજાનાર આ ત્રિદિવસીય ફાર્માટેક એક્ષ્પો અને લેબટેક એક્ષ્પોની ૧૭મી આવૃત્તિનું થીમ નવીનતા, ટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત છે.

આ એક્ષ્પોનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફાર્મા ટેક્નોલોજી ઈન્ડેક્સ.કોમ દ્વારા ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (DMMA)ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ફાર્મા મશીનરી, લેબ, વિશ્લેષણાત્મક અને પેકેજિંગ સાધનોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ એક્ષ્પોમાં વિવિધ આફ્રિકન દેશોના ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો છે. 

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, આજે ભારત ફાર્મા ક્ષેત્રે હબ બનવા આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ આપવામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. જેના પરિણામે ફાર્મા ઉદ્યોગને રાજ્યમાં વધુ વેગ મળ્યો છે. ગુજરાતમાં ફાર્માટેક એક્ષ્પો અને લેબટેક એક્ષ્પોના આયોજનથી ઉદ્યોગ સાહસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાર્મા ક્ષેત્રે નવી બાબતોની આ એક્ષ્પોની મુલાકાત લેનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓને ફાર્મા ક્ષેત્રેની મશીનરી કઈ રીતે કામ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

તેમણે ઉમેર્ય હતું કે, પહેલાના સમયમાં કોઈ પણ દવાઓ કે ફાર્મા મશીનો માટે ભારતને અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્રના પરિણામે ‘આત્મનિર્ભર ભારત’થી મોટા ભાગની દવાઓ અને ફાર્મા ક્ષેત્રેની મશીનરીઓ ભારતમાં જ બની રહી છે. દેશમાં હૃદયના રોગ માટે વપરાતા સ્ટેન્ટનું અંદાજિત ૫૦ ટકા ઉત્પાદન ગુજરાતમાં થઇ રહ્યું છે. એજ રીતે આંખમાં જે લેન્સ વપરાય છે જેનો ૭૦ ટકા હિસ્સો ગુજરાતમાં બને છે.          

અંગોલા, બુર્કિના ફાસો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈથોપિયા, ઘાના, મોઝામ્બિક અને નામીબિયાના આફ્રિકન દેશો ખરીદદારો ભારતીય પ્રદર્શકો સાથે સહભાગી થયા છે. આ મીટનો ઉદ્દેશ્ય બજારની પહોંચને વિસ્તૃત કરવાનો અને ખરીદદારો અને વિક્રેતા બંને માટે મૂલ્યવાન તકો ઊભી કરવાનો છે આ એક્ષ્પોમાં નો મુખ્ય ઉદેશ છે.  ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ૨૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલ આ પ્રદર્શનમાં ૪૦૦થી વધુ પ્રદર્શકો ભાગ  લઇ રહ્યા છે. જેનો નાગરિકોને બહુધા પ્રમાણમાં લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ વર્ષના એક્ષ્પોમાં બે નવા વિશિષ્ટ પેવેલિયન રજૂ કરાયા છે. જેમાં પમ્પ્સ, વાલ્વ, પાઈપ્સ અને ફિટિંગ્સ, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના આવશ્યક કોમ્પોનેન્ટ્સમાં નવીનતમ પ્રગતિ અને નવીનતાઓ અને ફોર્મ્યુલેશન, ન્યુટ્રાસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, API, રસાયણો, ઘટકો, અને ફ્રેગરન્સ જેવા વિષયોને આવરી લેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *