ગાંધીનગર,
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજભવનમાં પોતાના નિવાસસ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા હતા. તેમણે તમામ નાગરિકોને પોતપોતાના ઘર પર તિરંગો લહેરાવવા આહ્વાનું કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 78 મા સ્વાતંત્ર્ય પર્વના ઉપલક્ષ્યમાં તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાઈ રહ્યું છે. આ અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે.