વાપી,
વાપીમાં ફાયરિંગની એક ઘટના બની હતી. વાપીના મોરાઈ ખાતે આવેલ રંગોલી હોટલની બાજુમાં શાંતિ કોમ્પલેક્ષમાં ફાયરીંગનો બનાવ બન્યો છે. શાંતિ કોમ્પલેક્ષની દુકાન નંબર 102 માં ફાયરીંગની ઘટના ઘટી હતી. જમીન વિવાદમાં ફાયરિંગ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફાયરીંગની ઘટનાની જાણ થતા જ વાપી DYSP સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો.
આ ઘટના બાબતે સમાચાર મળતા જ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા, ભાજપના નેતા દ્રારા બે રાઉન્ડ ફાયરીંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. ગિરિરાજ જાડેજા દ્રારા જમીન વિવાદમાં ફાયરિંગ કરાયું છે. જમીન વિવાદને લઈને, લોકો એકઠા થયા હતા, જેમાં મામલો બીચકાતા ભાજપના નેતા દ્રારા બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.