આજે પણ ઈન્ડિગોની ફ્લાઇટસ કેન્સ થઇ, અમદાવાદ આવતી-જતી કુલ 23 ફ્લાઇટ રદ કરવામાં આવી

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ સેવાઓની સમસ્યા છેલ્લા એક
સપ્તાહથી યથાવત રહેતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આજે પણ અમદાવાદ આવતી-જતી કુલ 23 ફ્લાઇટ રદ કરવામાં
આવી છે. જ્યારે ઈન્ડિગોની આજે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી કુલ 40 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. જેમાં 20
અરાઇવલ અને 20 ડિપાર્ચર ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો
એરલાઈન્સની ફ્લાઇટ સેવાઓની સમસ્યા છેલ્લા એક સપ્તાહથી યથાવત રહેતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે .ઓપરેશનલ
મુદ્દાઓને કારણે આજે પણ અમદાવાદ આવતી-જતી કુલ 23 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓમાં ભારે રોષ
જોવા મળી રહ્યો છે.

કઈ કઈ ફ્લાઈટો કેન્સલ થઈઃ
મુંબઈ – 5112, 5192, 6794, 803, 5125, 2046
દિલ્હી – 2209, 6731, 6094, 2491

બેંગ્લોર – 996, 6546, 823, 6422
ચેન્નઈ – 679
હૈદરાબાદ – 6928
તિરુવનંતપુરમ – 6237
લખનૌ – 935
અજમેર – 7401
ગુવાહાટી – 6441
કોલકાતા – 966
પુણે – 699
ગોવા – 6418

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *