ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરત,

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયા હતા. 

         નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લીધી હતી. કમોસમી વરસાદના પાણી વિવિધ ગામોના ખેતરોમાં ફરી વળ્યાં છે, આ પાણી ઓસર્યા બાદ તેમાં નુકસાનીના સર્વે માટે ખેડૂતોએ મંત્રીશ્રીને રજૂઆત કરી હતી.

           ઓલપાડ તાલુકામાં રસ્તા પર સૂકવવા માટે મુકેલા ડાંગરના પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનનો અલગથી સર્વે કરવાની સૂચના પણ મંત્રીશ્રીએ આપી હતી.    

         આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં કમોસમી વરસાદને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર શાકભાજી સહિતના પાકોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરુ કરી દેવાયો છે. ખેડૂતોની મુશ્કેલીઓ અને રજુઆતોને પણ ધ્યાને લેવામાં આવી છે. આ મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે રહી મહત્તમ મદદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. 

          સુરતના નાયબ ખેતી નિયામકશ્રી એન.જી.ગામીતના જણાવ્યા અનુસાર, સમગ્ર સુરત જિલ્લામાં કુલ ૫૫૦ અસરગ્રસ્ત ગામો માટે ૩૫૦ પ્રાઈવેટ સર્વેયરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. અને ૫૩ ગામોમાં સર્વે પૂર્ણ થયો છે. સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ અને ઓલપાડ, પલસાણા, સુરત સીટી અને ઉમરપાડા સહિતના તાલુકાઓ પૈકી અસરગ્રસ્ત વિસ્તાર ૧૯,૯૪૭ હેક્ટરમાં સૌથી વધુ ડાંગર ત્યારબાદ મકાઈ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે.

8.

કમોસમી વરસાદને લીધે દિવેલાના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે ખેડૂતોએ આટલું જરૂર કરવું

(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

* કમોસમી વરસાદના સમયગાળા પૂરતો જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.

* ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી મેન્કોઝેબ ૦.૨૫% પ્રમાણે ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. 

* ગ્રે મોલ્ડ રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી પ્રોપીકોનાજોલ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર અથવા કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.  

* પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. 

* જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *