10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્યા

સોશિયલ મીડિયા પર શેર કરો

ભાવનગર,

ભાવનગર શહેરની એક મોટી અને અત્યંત ચકચારી ઘટના બની છે જેમાં, છેલ્લા 10 દિવસથી ગુમ માતા, પુત્ર, પુત્રીની લાશ મળી આવી છે. તેમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની, 2 બાળકો ગુમ હતા. જેમાં સુરત જવાનું કહીને ત્રણેય ઘરેથી નીકળ્યા હતા. તેમાં ત્રણેયની હત્યા થઈ હોવાની આશંકાઓ પ્રબળ છે. જેમાં પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તથા મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયા છે.

ફોરેસ્ટ અધિકારીના પત્ની નયના રબારી અને તેમના બે બાળકો, દીકરી પૃથા રબારી અને દીકરો ભવ્ય રબારી, છેલ્લા 10 દિવસથી લાપતા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. રવિવારે પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતી હોવાની બાતમી મળી હતી.

તે પછી ભાવનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરતાં ત્યાંથી એક પછી એક ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જે કોહવાઈ ગયેલી હાલતમાં હતા. મૃતદેહોની ઓળખ નયના રબારી અને તેમના બે બાળકો પૃથા અને ભવ્ય તરીકે કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *