અમદાવાદ,
આ સ્વતંત્રતા દિવસે સમગ્ર ગુજરાતમાં 8897 પોસ્ટ ઓફિસની રેકોર્ડ સંખ્યામાં ડાક ચોપાલ યોજાશે. તે અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ-ડે ઇવેન્ટ હશે, જેમાં મુખ્ય સ્થળોએ વિવિધ પોસ્ટલ સેવાઓ પર આધાર સેવાઓ (મોબાઇલ અપડેટ, આધાર સીડિંગ અને ચાઇલ્ડ એનરોલમેન્ટ) અને પીએમ કિસાન યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના જેવી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે. રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા 2024 અભિયાનના ભાગ રૂપે, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા ગુજરાત, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં 14 ઓગસ્ટ સુધી 25 રૂપિયાની કિંમતે રાષ્ટ્રીય ધ્વજના વેચાણની વ્યવસ્થા પણ કરી છે. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકરે ગુજરાત, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના લોકોને તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં ધ્વજવંદન સમારોહમાં જોડાવા અને ડાક ચૌપાલોમાં ભાગ લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે પોસ્ટ ઓફિસો માત્ર સરકારી કચેરીઓ નથી, પરંતુ વાઇબ્રન્ટ કોમ્યુનિટી સેન્ટર્સ છે જે દરેક માટે સુલભ હબ તરીકે સેવા આપે છે.