અમદાવાદ
શહેરની સાઇબર ક્રાઈમ પોલીસને એક મોટી સફળતા મળી છે, શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમના અધિકારીઓ દ્વારા હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા છે,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડવામા આવે છે,સાયબર ક્રાઈમને બાતમી હતી કે ફોરેન પોસ્ટ ઓફીસમાં ગાંજાનો જથ્થો આવ્યો છે અને પોલીસે રેડ કરી પાર્સલ તપાસ્યા તો સામે આવ્યું કે તેમા હાઈબ્રીડ ગાંજો હતો.પોલીસે સમગ્ર ઘટનાને લઈ એફએસેલની પણ મદદ લીધી છે.અગાઉ પણ પોસ્ટ ઓફીસમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.
અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી હતી. હાઇબ્રીડ ગાંજો ડ્રગ્સ વગેરેની હેરાફેરી પહેલા એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય સુધી સીમિત હતી.પરંતુ હવે ડ્રગ્સની હેરાફેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે.એટલે કે એક દેશથી બીજા દેશ સુધી હજારો કિલોમીટરનું અંતર કાપી ડ્રગ્સ પાર્સલ મારફતે અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.આ જ મોડસ ઓપરેન્ડીથી પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કરોડોની કિંમતનું ડ્રગ મળી આવ્યું હતું. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી. કબજે કરવામાં આવેલા આ ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 1,70,10,510 ની કિંમત હોવાનું અધિકારીઓે જણાવ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.ગાંજાનો આ જથ્થો બાળકોના રમકડા, ચોકલેટ, જેન્ટ્સ, લેડીઝ ડ્રેસ, બ્લુટૂથ સ્પીકર, લેડીઝ ફૂટવેર વગેરેના પાર્સલમાં સંતાડીને મોકલવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.