ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરાના ભોળપણનો લાભ લઈને હેવાનિયત આચરનાર ત્રણ નરાધમોને છેલ્લા શ્વાસ સુધીની કેદ

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આઠેક વર્ષ અગાઉ 17 વર્ષીય સગીરાનું અપહરણ અને ગેંગરેપની
ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. જે કેસ કલોલ સ્પેશિયલ કોર્ટે માં ચાલી જતા પાંચમાં સેશન્સ જજ બી.આર.રાજપૂતે મુખ્ય ત્રણ
આરોપીઓને તકસીરવાન ઠરાવી છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા તેમજ પીડિતાને પાંચ લાખનું વળતર ચૂકવવાનો
ઐતિહાસિક હુકમ ફરમાવ્યો છે. કલોલના સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને સ્કૂલ અભ્યાસ
દરમિયાન મૂળ કરશન પુરા ગામના વતની અને શેરીસામાં રહેતા વિપુલ સેંધાજી ઠાકોર સાથે ગાઢ સંબંધો હતો. આથી અગાઉથી નક્કી
થયા મુજબ વિપુલ તા.11 જુલાઈ 2018ના રોજ સગીરાને બાઈક ઉપર બેસાડી સઈજ ગામે તેના મિત્ર રમેશજી ઠાકોર ખેતરમાં લઈ
ગયો હતો. જોકે એ વખતે રમેશ ત્યાં હાજર ન હતો. આથી બંને જણા ખેતરમાં તેની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અંધારાનો
લાભ ઉઠાવી વિપુલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટનાથી ગભરાઈ ગયેલી સગીરા રડવા લાગતા વિપુલે ધાક ધમકીઓ આપી સગીરાને ચૂપ કરાવી દીધી હતી. બાદમાં સગીરાને
શેરીસા મોટી કેનાલ ઉતારીને વિપુલ મોટી ભોયણ જવાનું કહીને રવાના થઈ ગયો હતો. એ વખતે વિપુલે સગીરાનો મોબાઇલ અને
દુપટ્ટો પણ લઈ લીધો હતો. આથી સુમસાન વિસ્તારમાં કણસતી હાલતમાં એકલી પડી ગયેલી સગીરા રડવા માંડી હતી. એ સમયે
એક ફોરવ્હીલ કારને હાથથી ઈશારો કરીને સગીરાએ ઉભી રખાવી હતી. કારમાં સવાર કાકાને પોતાની કહાની વર્ણવી રહી હતી. એ
દરમિયાન બે બાઇક ઉપર કુલ પાંચ ઇસમો ત્યાં પહોંચ્યા હતા અને કાર માં સવાર કાકાને જવાનું કહી સગીરાને દવાખાને લઈ જવાની
વાત કરી હતી. જેથી કાર લઈને કાકા ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પાંચેય જણા સગીરાને બાઈક ઉપર બેસાડી એક નાળિયામાં
લઈ ગયા હતા. જ્યાં શેરીસા ગામના અરવિંદ મેલાજી ઠાકોર(ઉં 24), બળદેવ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભાણો રમણજી ઠાકોર(ઉં 24) તેમજ એક
બાળ આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ જોઈ સાથેના અન્ય બે યુવકોએ વિરોધ કરી કહેલું કે, આવું કરાય નહીં
આ આપણી બહેન કહેવાય. જેથી ત્રણેય ઈસમોએ એ બંને જણાંને ગાળો બોલીને ભગાડી મૂક્યા હતા. બાદમાં સગીરાના વારાફરતી
હાથ પકડી રાખી અરવિંદ ઠાકોર અને બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોરે ફિલ્મી સ્ટાઇલમાં દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સાથેના બાળ આરોપીએ
મદદગારી કરી હતી. આ દરમિયાન સગીરાનો ડ્રેસ પણ ફાટી ગયો હતો. એ સમયે એક મોટી ગાડીની લાઇટ પડતા ત્રણેય ઇસમો
ત્યાંથી ભાગી ગયા હતા.
એ વખતે ધોધમાર વરસાદમાં વરસી રહ્યો હતો અને સગીરા ગેંગરેપના લીધે બેભાન થઈ ગઈ હતી. થોડીવાર પછી ભાન આવતા
સગીરા કણસતી કણસતી નજીકના એક મંદિરે પહોંચી હતી. જ્યાં જઈને તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે
સગીરા સિવિલ હોસ્પિટલમાં હતી. આ અંગે સાંતેજ પોલીસ મથકમાં વિપુલ સેંધાજી ઠાકોર, અરવિંદ ઠાકોર અને બળદેવ ઉર્ફે પપ્પુ
ઠાકોર અને બાળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આરોપીઓની ધરપડક કરી જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ
ફાઇલ કરાઈ હતી. જે કેસ કલોલ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગ્નેશ જોશીએ આ હેવાનિયત ભર્યા કૃત્ય
બદલ સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરવાની કોર્ટમાં દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કલોલ કોર્ટના
પાંચમાં સેશન્સ જજ બી. આર. રાજપૂતે વિપુલ ઠાકોર, અરવિંદ ઠાકોર અને બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોર છેલ્લા શ્વાસ સુધી આજીવન
કેદની સજા ફટકારી છે. જ્યારે પીડિત સગીરાને 5 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ ઠાકોર અને
બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોર પેરોલ જંપ કરીને નાસતા ફરી રહ્યા છે. જ્યારે બાળ આરોપીને જુવેનાઈલ કોર્ટે જેતે સમયે ગુનાને અનુરૂપ
સજા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *