સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં વેશભૂષા, ચિત્ર અને રંગોળી સ્પર્ધા યોજાઈ

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ત્યારે જિલ્લામાં જુદી જુદી શાળાઓમાં વેશભૂષા, ચિત્ર અને રંગોળી જેવી અનેકવિધ સ્પર્ધા યોજાઈ રહી છે. 

‘હર ઘર તિરંગા’ અભિયાનનાં પ્રથમ દિવસે જિલ્લાની ૯૧૧ જેટલી શાળાના ૩૨૮૧૨ જેટલા વિદ્યાર્થીઓ તેમજ બીજા દિવસે ૯૦૨ જેટલી શાળાના ૨૯૭૦૫ જેટલા વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં વિશેભૂષા, ચિત્ર અને રંગોળી જેવી સ્પર્ધા થકી બાળકોમાં દેશભક્તિની ભાવના મજબૂત કરવા માટે નો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોએ પણ હોંશભેર દેશભક્તિની જ્યોત પ્રજવલ્લિત કરતાં રચનાત્મક ચિત્રો અને રંગોળીઓ બનાવી હતી. તેમજ જુદા જુદા સ્વાતંત્ર્ય સેનાનીઓને વેશભૂષા ધારણ કરી તેઓને સ્મરણાંજલિ પાઠવી હતી. આમ, શાળાનાં ભૂલકાઓ દ્વારા ‘‘હર ઘર તિરંગા’’ની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *