સુરેન્દ્રનગરમાં છેલ્લા 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગર પાલિકા દ્નારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, છેલ્લા 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર વાસીઓને સુલભ અને સસ્તી ટ્રાન્સપોર્ટેશન સેવા મળી રહે તે હેતુથી આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વથી સિટી બસ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે. શહેરના અલગ અલગ 8 રૂટ પર આ સિટી બસ દોડવાની છે. જેમા રક્ષાબંધન સુધી બહેનોને ફ્રીમાં મસાફરી કરાવવાનો નિર્ણય કરાયો છે. આ સિટી બસ સેવા અંતર્ગત વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિત 8 રૂટ નક્કી કરાયા છે.

સુરેન્દ્રનગરની જનતા અનેકવાર શહેરમાં ફરી સિટી બસ સેવા કાર્યરત કરવા અંગે રજૂઆત કરી રહી હતી ત્યારે જનતાની માગને ધ્યાને લઈ પાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે. હવે સુરેન્દ્રનગરવાસીઓની સિટી બસમાં ફરીવાર મુસાફરીની આતુરતાનો અંત આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *