નડિયાદ,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે. મુખ્યમંત્રીશ્રી બુધવારે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, ૭૮માં સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા અને સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી.
સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ધારા સભ્ય શ્રી પંકજ ભાઇ અને પદાધિકારીઓ તથા અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા.